Gangasagar.co

સાગર દ્વીપ · દક્ષિણ 24 પરગણા, પશ્ચિમ બંગાળ

ગંગાસાગર યાત્રાની સરળ માર્ગદર્શિકા

કોલકાતાથી કેવી રીતે પહોંચવું, જહાજ ક્યારે ઊપડે છે, મંદિરમાં શું કરવું અને મુશ્કેલીમાં કોને ફોન કરવો — જરૂરી બધી વાતો એક જગ્યાએ.

મેળા 2027ની તારીખ હજુ જાહેર થઈ નથી

મકરસંક્રાંતિના પુણ્ય સ્નાનનો દિવસ અને સમય સરકાર દર વર્ષે જાહેર કરે છે. 31 ઓક્ટોબર 2026 સુધી સરકારી પોર્ટલ પર 2027ની તારીખ આવી ન હતી. હોટલ કે ટિકિટ બુક કરતાં પહેલાં એક વાર જરૂર તપાસી લો.

ગંગાસાગરનું સરકારી પોર્ટલ

કોલકાતાથી કેવી રીતે પહોંચવું

કોલકાતાથી સાગર દ્વીપ લગભગ 135 કિમી દૂર છે. મુડીગંગા નદી પર કોઈ પુલ નથી, એટલે મુસાફરી ત્રણ તબક્કામાં થાય છે:

  1. 1

    કોલકાતાથી લોટ 8 ઘાટ

    સિયાલદહ સ્ટેશન (સાઉથ સેક્શન) પરથી કાકદ્વીપ કે નામખાના લોકલ ટ્રેનમાં કાકદ્વીપ ઊતરો, ત્યાંથી સ્થાનિક વાહનમાં લોટ 8 (હારવુડ પોઇન્ટ). અથવા બાબુઘાટ / ધર્મતલા (એસ્પ્લેનેડ)થી સીધી બસ.

    ટ્રેનમાં આશરે 2 કલાક 15 મિનિટ · બસમાં 3.5–4.5 કલાક

  2. 2

    જહાજથી નદી પાર

    લોટ 8 ઘાટના કાઉન્ટર પરથી ટિકિટ લઈ જહાજમાં કચુબેડિયા (સાગર દ્વીપ) પહોંચો. ભરતી-ઓટ અને હવામાનને કારણે સમય બદલાઈ શકે છે.

    આશરે 35–45 મિનિટ

  3. 3

    કચુબેડિયાથી મંદિર

    ઘાટની બહાર જ સરકારી બસો અને શેર વાહનો મળે છે. કપિલ મુનિ મંદિર અને દરિયાકિનારો આશરે 31 કિમી દૂર છે.

    ભાડું અને સમય ઘાટ પર જ પૂછી લો

બીજાં રાજ્યોમાંથી આવતા મોટા ભાગના યાત્રાળુઓ હાવડા સ્ટેશને ઊતરે છે. ત્યાંથી સિયાલદહ સ્ટેશન કે બાબુઘાટ બસ સ્ટેન્ડ જઈ ઉપર જણાવેલા રસ્તે આગળ વધો. નીકળતાં પહેલાં રસ્તો અને ભાડું પૂછી લો.

તમારા માટે કયો રસ્તો અનુકૂળ છે?

ટ્રેન + જહાજ + બસ

સૌથી ઓછો ખર્ચ, રસ્તાના ટ્રાફિકથી બચાય. કુલ આશરે 4–4.5 કલાક.

સીધી બસ + જહાજ + બસ

સામાન વધારે હોય કે વડીલો સાથે હોય તો સારું — વાહન ઓછું બદલવું પડે. કુલ આશરે 5–5.5 કલાક.

પોતાની ગાડી

ડાયમંડ હાર્બર રોડ (NH 12) થઈ કાકદ્વીપ. મેળા વખતે ગાડી જહાજમાં લઈ જવા પર કડક નિયંત્રણ હોય છે — ગાડી આ કાંઠે મૂકી પગપાળા જહાજમાં ચડવું વધુ સારું.

જહાજ અને લૉન્ચનો સમય

ઘાટના બોર્ડના ફોટા પરથી લીધેલો સમય (16 નવેમ્બર, 2026). આ લાઇવ સમય નથી — વાવાઝોડું-વરસાદ, ભરતી-ઓટ કે તંત્રના આદેશથી જહાજ બંધ રહી શકે અથવા સમય બદલાઈ શકે. નીકળતાં પહેલાં ઘાટનું બોર્ડ જોઈ લો.

લોટ 8 ⇄ કચુબેડિયા (WBTC જહાજ)

લોટ 8 થી કચુબેડિયા

  • સવારે 10:30
  • સવારે 11:00
  • સવારે 11:30*
  • બપોરે 12:00
  • બપોરે 1:00
  • બપોરે 1:30*
  • બપોરે 2:00
  • સાંજે 3:00
  • સાંજે 3:30
  • સાંજે 4:00*
  • રાત્રે 10:30

કચુબેડિયાથી લોટ 8

  • સવારે 10:00
  • સવારે 10:30
  • સવારે 11:00*
  • સવારે 11:30
  • બપોરે 12:30
  • બપોરે 1:00*
  • બપોરે 1:30
  • બપોરે 2:30
  • સાંજે 3:00
  • સાંજે 3:30*
  • રાત્રે 10:00

* બોર્ડ પર આ સમયની સામે “Grain & Betel Leaf” (અનાજ અને પાન) લખેલું છે. આ જહાજમાં મુસાફર જઈ શકે કે નહીં તે કાઉન્ટર પર પૂછી લો.

નામખાના ⇄ બેનુબન (લૉન્ચ)

નામખાનાથી બેનુબન

  • સવારે 7:30
  • સવારે 8:30
  • સવારે 9:30
  • સવારે 11:00
  • બપોરે 1:00
  • બપોરે 2:30
  • સાંજે 3:30
  • સાંજે 4:45

બેનુબનથી નામખાના

  • સવારે 5:45
  • સવારે 7:30
  • સવારે 8:30
  • સવારે 10:00
  • સવારે 11:30
  • બપોરે 1:15
  • સાંજે 3:00
  • સાંજે 4:45

બોર્ડ પર લખેલું ભાડું: ટિકિટદીઠ ₹40. કાઉન્ટર પર ખાતરી કરી લો.

મુસાફરો વહેલા આવી જાય તો તંત્રના કહેવાથી લૉન્ચ નક્કી સમય પહેલાં પણ ઊપડી શકે — થોડા વહેલા પહોંચજો.

કપિલ મુનિ મંદિર દર્શન

સામાન્ય દિવસોમાં મંદિર ખુલ્લું રહેવાનો સમય

સવારે
6 – બપોરે 1
બપોરે બંધ (ભોગ અને સફાઈ)
1 – સાંજે 4
સાંજે અને સંધ્યા આરતી
4 – રાત્રે 8:30

મેળાના દિવસોમાં સમય જુદો હોઈ શકે. આ સમય છેલ્લે જાન્યુઆરી 2025માં ચકાસ્યો હતો — મંદિર કે સરકારી સૂચના જરૂર જુઓ.

દર્શનની રીત

  1. 1પહેલાં સાગર સંગમમાં સ્નાન કરો, પછી સૂકાં અને સ્વચ્છ કપડાં પહેરી મંદિરે જાઓ.
  2. 2બહારથી પૂજાની થાળી (નાળિયેર, મીઠાઈ, સિંદૂર, અગરબત્તી, ફૂલ) લઈ શકો. પૂજારીને આપો, તેઓ પ્રસાદ અને ચરણામૃત પાછું આપશે.
  3. 3મંદિર પરિસરની એક કે ત્રણ પ્રદક્ષિણા ઘડિયાળની દિશામાં કરો.

ચેતવણી: કોઈ “વંશાવળીના ચોપડા” કે “ખાસ આશીર્વાદ”ના નામે મોટી રકમ માગે તો નમ્રતાથી ના પાડો અને સીધા સામાન્ય લાઇનમાં ઊભા રહો. દાન કરવું હોય તો ફક્ત મંદિર પરિસરની અંદર મંદિર ટ્રસ્ટના સત્તાવાર કાઉન્ટર પર કરો અને છાપેલી પહોંચ લો.

ક્યાં રહેવું

મકરસંક્રાંતિ વખતે રૂમ ઝડપથી ભરાઈ જાય છે. બુકિંગ ફક્ત સરકારી પોર્ટલ કે સંસ્થાની પોતાની વેબસાઇટ પરથી કરો.

સરકારી ગેસ્ટ હાઉસ

પશ્ચિમ બંગાળ પંચાયત પ્રવાસન પોર્ટલ પર સાગર ઇન્સ્પેક્શન બંગલો અને સાગર કોટેજ (સાગર સૈકત) જેવી જગ્યાઓ બુક થાય છે.

પોર્ટલ ખોલો

ભારત સેવાશ્રમ સંઘ

સરકારી મેળા પોર્ટલ મુજબ આ આશ્રમ યાત્રાળુઓને રહેવાની સુવિધા આપે છે. રૂમ અને ખર્ચ વિશે સીધું પૂછો.

વેબસાઇટ

ઇસ્કોન ગંગાસાગર ગેસ્ટ હાઉસ

હેલિપેડ પાસે, AC અને નોન-AC રૂમ. ભાડું અને બુકિંગ તેમની પોતાની વેબસાઇટ પર.

રૂમ જુઓ
પૈસા મોકલતાં પહેલાં જગ્યાનું નામ, તારીખ અને પૈસા કોને જાય છે — બરાબર ચકાસી લો. અજાણ્યા ફોન કે મેસેજ પર એડવાન્સ પૈસા ન મોકલો.

સલામતી અને ઇમરજન્સી મદદ

કોઈ પણ મુશ્કેલીમાં 112 પર ફોન કરો

પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ — આખા ભારતનો ઇમરજન્સી નંબર.

112 પર ફોન કરો
  • ભીડમાં જતાં પહેલાં સાથીઓ સાથે મળવાની એક જગ્યા નક્કી કરી લો.
  • બાળકો અને વડીલોને હંમેશાં પાસે રાખો. બાળકના ખિસ્સામાં તમારો ફોન નંબર લખેલી ચિઠ્ઠી રાખો.
  • એકલા સ્નાન ન કરો. જ્યાં પાણીમાં ઊતરવાની મનાઈ હોય ત્યાં ન ઊતરો — પોલીસ અને લાઇફગાર્ડની સૂચના માનો.
  • ભરતી-ઓટમાં દરિયો અને નદીની સ્થિતિ ઝડપથી બદલાય છે. ઘાટ અને કિનારે થતી જાહેરાતો સાંભળો.

જળ એમ્બ્યુલન્સ

સ્ટેશન પરના એક પોસ્ટર પરથી લીધેલા (31 ઓક્ટોબર 2026). આ નંબર હાલ ચાલુ છે કે નહીં તેની અમે ખાતરી કરી શક્યા નથી — ન લાગે તો 112 પર ફોન કરો.

સરકારી માહિતી ક્યાં મળશે

Gangasagar.co એક સ્વતંત્ર માહિતી-વેબસાઇટ છે, સરકારી સાઇટ નથી. સમય, ભાડું અને નિયમો બદલાઈ શકે — જતાં પહેલાં સરકારી સ્રોત સાથે મેળવી લો.

વધુ વિગત

ટ્રેનનું પૂરું સમયપત્રક, ભરતી-ઓટ અને બાકીની માહિતી અમારાં અંગ્રેજી પાનાં પર છે.